સોસીયલ મીડિયામાં ફેમસ થનારા કચ્ચા બદામ ફેમ ભૂપન બડયાકરની જિંદગી પુરી રીતે બદલાઈ ગઈ છે સોસીયલ મીડિયાએ એમને એટલા ફેમસ કરી દીધા છેકે તેઓ શાંતિથી જીવી પણ નથી શકતા હવે તેઓ શાંતિથી જીવવાનું પણ ભૂલી ગયા છે જ્યાં પણ જાય છે લોકોની ભીડ જામી જાય છે ભુપનને પણ એ વાતનો.
અંદાજો ન હતો કે તેઓ એક દિવસ સેલેબ્રીટી બની જશે ભુપનને અલગ અલગ શોમાં બોલાવાઇ રહ્યા છે ભૂપને હાલમાં સ્ટાર કપલ શોમાં ભાગ લીધો જયારે એક મ્યુઝિક કંપની સાથે હાલમાં એક મ્યુઝિક વિડિઓ પણ શૂટિંગ કર્યું હાલમાં જ ભુપન આગ્રાના તાજ ઉત્વસમાં ગયા હતા જ્યાં એમણે ગીતો પણ ગાયા.
એ દરમિયાન ભૂપને કહ્યું કે હવે હું ફેમસ થઈ ગયો છું પહેલા મારા જીવનમાં શાંતિ હતી હવે દિવસભર વ્યસ્ત રહુંછું હું આવનારા દિવસોમાં પણ કાચી મગફળી વેચીશ પરંતુ તેની રીત થોડી અલગ હશે ભુપનનું કહેવું છેકે આ વ્યસ્ત જિંદગીના લીધે પહેલા જેવી શાંતિ નથી મળતી કામના કારણે હંમેશા વ્યસ્ત રહેવું પડે છે.