ઉપાસના સીંગે પહેલી વાર કપિલ શર્મા પર પોતાના વિવાદને લઈને મૌન તોડ્યું છે 6 વર્ષથી ઉપાસના આ વાત પર શાંત હતી પરંતુ આખરે એમનું એ મૌન તૂટી ગયું અને કપિલ પર પોતાનો જવાબ આપ્યો પહેલા જયારે કોમેડી નાઈટ્સ વિથ કપિલ આવતું હતું ત્યારે તેમાં ઉપાસના કપિલની ફોઈનું પાત્ર નિભાવતી હતી.
પરંતુ કલર્સનો વિવાદ થયો તો કપિલનો શો સોની ચેનલ પર શિફ્ટ થયો ત્યાંથી બધા કોમેડિયન સોની ટીવી પર આવી ગયા પરંતુ ઉપાસના ન આવી અત્યાર સુધી બધાને લાગતું રહ્યું કે ઉપાસના અને કપિલ વચ્ચે કોઈ ડખો થઈ ગયો છે પરંતુ હવે એમણે કપિલ સાથે કામ ન કરવાનું સાચું કારણ જણાવ્યું છે ઉપાસનાએ.
ઈ ટાઇમ્સથી વાત કરતા કહ્યું જયારે હું ફોઈનું પાત્ર નિભાવતી હતી ત્યારે કપિલ સાથે કામ કરવામાં બહુ મજા આવી પછીથી એમને પોતાનો શો શરૂ કર્યો અને બીજા ચેનલમાં ચાલ્યા ગયા હું બીજી ચેનલમાં ન જઈ શકી કારણ મેં કલર્સ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને મારે ચેનલ માટે કામ કરવું ચાલુ રાખવું હતું મારે કપિલ સાથે કોઈ અણબનાવ ન હતો.
પરંતુ લોકોને લાગ્યું હું એમની સાથે કામ કરીને ખુશ નથી પરંતુ મને કપિલ સાથે કામ કરીને લાગ્યું હું સંતોષનજક કામ કરવા માંગુ છું કપિલ અને મારા સારા સબંધ છે અમે ઘણીવાર એકબિજથી વાત કરીએ છીએ મને આશા છેકે તેઓ ક્યારેક મારા માટે રોલ લખશે જે મારા ટેલેન્ટને સારો હશે અને મને સારા કામ માટે સંતુષ્ટિ પણ મળશે.