સુરત જિલ્લાના પણસલા તાલુકામાં ઢાબા ગમે રહેતા આહીર પરિવારના બે ભાઈઓ છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકાના પનામામાં સ્થાયી થયેલા છે ગયા અઠવાડિયે રજાઓમાં દિપકભાઈ આહીર અને જીતેન્દ્રભાઈ આહીર પુત્રો સ્મિત અને જશ સહિતના પરિવાર જનો પનામાના દરિયાકિનારે.
ફરવા ગયા હતા સ્મિત અને જશ અન્ય લોકો સાથે દરિયામાં ન્હાવા ઉતર્યા હતા ત્યારે દૂરથી મોટું મોઝું આવ્યું હતું બંને ભાઈ અચાનક ડૂબવા લાગ્યા હતા ત્યારે બહાર ઉભેલ દીપકભાઈ અને જીતેન્દ્રભાઈને નજરે પડતાજ બંને દીકરાઓને બચાવવા દોડી ગયા હતા અને બંનેના પિતા પણ દરિયામાં બચાવવા કૂદી પડ્યા હતા.
જેમાંથી જશને અન્ય લોકોની મદદથી બચાવી લીધો હતો જ્યારે જીતેન્દ્ર દિપક અને સ્મિત દરિયાના પાણીમાં ડૂબી ગયા હતા ત્યાંના સ્થાનિક તરવૈયાની મદદથી દિપક અને સ્મિતનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે બનાવના 2 દિવસ બાદ જીતેન્દ્રભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ દુર્ઘટના બનતા ઢાબા ગમે આહીર પરિવાર પર અચાનક આભ તૂ!ટી પડ્યું હોય તેવી સ્તિથી સર્જાઈ હતી આ પરિવાર અમેરિકામાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ દર અઠવાડિયે એક રજા હોવાથી દરિયા કિનારે ફરવા જતા હતા પરંતુ અચાનક આવી ઘટના બનતા આહીર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.