નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં બે દિવસ જળબંબાકાર જેવી સ્થિતિ રહી અનેક જિલ્લા એવા હતા જ્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. અમદાવાદમાં પણ સતત બે દિવસ વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે જે તકલીફો પડી છે એટલે અનેક ગામડા એવા હતા કે જે સંપર્ક વિહોણા થઈ ગયા હતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. સાબરમતી નદી આમ તો આપણે ક્યારે સાબરમતીમાં એટલું પાણી નથી જોયું કે જે વોકવે હોય ત્યાં સુધી પાણી આવી જાય પણ રિવરફ્રન્ટ વોકવે સુધી પાણી આવી ગયું છે.
એ પરિસ્થિતિ છે એટલેકેટલો ભયાનક વરસાદ પડ્યો છે મોટાભાગના ડેમના બધા જ દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા છે અને બધા જ દરવાજાઓ ખોલ્યા પછી આસપાસના ગામડાઓને તકલીફ ન થાય ત્યાં પૂર જેવી પરિસ્થિતિ ન આવે એટલે પાછા એ દરવાજા બંધ પણ કરવા પડ્યા છે આ વખતે ઓવરઓલ વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે અને સપ્ટેમ્બર મહિનો એવું કહેવાય કે 15 તારીખ સુધીમાં વરસાદ વિદાય લેતું હોય પણ આ વખતે સપ્ટેમ્બરની સ્થિતિ કંઈક અલગ છે. હજુ હવામાન વિભાગ દ્વારાબે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
જે સિસ્ટમની આપણે વાત કરતા હતા એ મજબૂત સિસ્ટમ કઈ તરફ ગઈ છે એટલે એનો ટ્રેકરેકોર્ડ આપણે પહેલા સમજીએ તો બંગાળની ખાડી જે હતી ત્યાંથી એક સિસ્ટમ નીકળી હતી સિસ્ટમ ધીરે ધીરે મધ્યપ્રદેશ સુધી પહોંચી અને પછી રાજસ્થાન થઈ અને પાકિસ્તાન તરફ જવાની હતી એ સિસ્ટમ તમે જુઓ આજે કેટલી ઝડપથી આગળ વધી એટલે કાલનો દિવસ એવો હતો કે ખૂબ ઝડપથી અને તીવ્રતાથી એ સિસ્ટમ આગળ વધી છે અને અત્યારે અહીંયા પાકિસ્તાનની જે બોર્ડર આવે છે એટલે રાજસ્થાન અને પાકિસ્તાન વચ્ચેની જે બોર્ડર છે એ બોર્ડર પાસે પાસે સિસ્ટમ પહોંચી છે અને એના કારણે તમે જુઓ કે ઉત્તર ગુજરાતમાં આજે પણ ભયાનક વરસાદ પડવાની સંભાવના છે. કચ્છમાં ભયાનકવરસાદની સંભાવના છે.
જામનગર દેવભૂમિ દ્વારકા વાળો જે પટ્ટો છે જે દરિયાકાંઠો છે ત્યાં વરસાદની ખૂબ વધારે સંભાવના છે. એટલે એ સિસ્ટમ જેટલી મજબૂતાયથી જો એ સિસ્ટમ સ્થિર રહી હોત તો હજુ આગામી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડત પણ એ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી અને આજ સાંત સુધીમાં તો એ પાકિસ્તાનમાં જતી રહેશે અને એના કારણે કચ્છમાં એની અસર સૌથી વધારે દેખાશે. કચ્છના ગાંધીધામ, નલિયા આ બધા વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદ પડશે.
સાથે જ ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, પાલનપુર, મહેસાણાવાળા ભાગોમાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે. બાકી ગાંધીનગર,અમદાવાદ જેવા વિસ્તારોમાં તો આજે એકદમ એવું કહેવાય કે વાદળો પણ નથી ઘેરાયેલા એટલે ત્યાં કોઈ જ વધારે વરસાદની સંભાવના નથી દરિયાકાંઠાના વિસ્તારો જે છે એટલે સુરત વલસાડ આ બાજુના દરિયાકાંઠાના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવા સામાન્ય મધ્યમ વરસાદ પડશે વડોદરામાં વરસાદની સંભાવના છે ભાવનગરથી લઈને દેવભૂમિ દ્વારકાવાળો જે પટ્ટો છે ત્યાં વરસાદની સંભાવના છે બાકીના મોટાભાગના વિસ્તારોમાં હવે નવ તારીખ પછી ક્યાંય વરસાદ નથી દેખાતો જ્યાં પણ વરસાદ પડશે છૂટો છવાયો સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે એટલે એ વરસાદ પણ એવો હશે કે સિસ્ટમ પસાર થઈ ગયા પછી જે વાદળો હશે ભેજવાળા એ રહી ગયા હોય એના કારણે જે ઝાપટા વાળો વરસાદ પડતો હોય
એવો વરસાદ પડવાની સંભાવના છે અને કરાચીથી 10 તારીખની આસપાસ તમે જુઓ કે સિસ્ટમ અરબી સમુદ્રમાં આવી જાય છે એટલે તમે જુઓ કે સિસ્ટમ આખી બંગાળની ખાડીમાંથી બની હતી અરબી સમુદ્ર સુધી પહોંચે છે અરબી સમુદ્રમાં કરંટ છે ડિપ્રેશન બન્યું હતું એટલે પહેલા લો પ્રેશર બને લો પ્રેશર પછી વેલમાર્ક લો પ્રેશર અને પછી ડિપ્રેશનના ના સ્ટેજ સુધી સિસ્ટમ પહોંચતી હોય છે. આ વખતે સિસ્ટમ જે છે એ ડિપ્રેશન સુધી પહોંચી ને એના કારણે આટલો ભયાનક વરસાદ એ ગુજરાતમાંઆવ્યો છે. હજુ પણ બે ત્રણ રાઉન્ડ વરસાદના સપ્ટેમ્બર મહિનામાં આવવાની સંભાવના છે
એટલે આગામી સપ્ટેમ્બર 28 29 તારીખ સુધી ચોમાસુ વિદાય લે તેવી પરિસ્થિતિ નથી સર્જાઈ રહી. જો એની પહેલા વિદાય લે છે તો પછી એવું કહેવાય કે સમયસર ચોમાસાએ વિદાય લીધી છે જે સમયે ચોમાસું એન્ટર થવાનું હોય ગુજરાતમાં એ જ સમયે ચોમાસું એન્ટર થયું છે એટલે એવું નથી કે વહેલું થયું મોડું થયું પણ આ વખતે ચોમાસાનો જે વરસાદ રહ્યો છે એ વરસાદ મોટાભાગે જ્યારે પડ્યો ત્યારે ખૂબ વધારે પડ્યું જ્યારે ન પડ્યો ત્યારે સાવ ન પડ્યો એટલે જે વરસાદના એક પછી એક રાઉન્ડઆવતા રહ્યા એ પ્રમાણે સિસ્ટમ આધારિત વરસાદ રહ્યો છે હવામાન વિભાગ શું કહે છે એ પણ એકવાર જોઈએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આજની તારીખમાં આજે તમે જુઓ કે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આપણે જેમ વાત કરી કે સિસ્ટમ પાકિસ્તાન તરફ જતી હોય તો
આ બધા જ વિસ્તાર વિસ્તારો પ્રભાવિત રહેતા હોય એટલે કચ્છ પાટણ અને બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી બાકી દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડશે આ બાજુ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેવરસાદ પડશે બાકીના કોઈ જ વિસ્તારોમાં વરસાદની આગાહી નથીનવ તારીખે સ્થિતિ સાવ બદલાઈ જશે એટલે ભીંડીમાં આપણે જોયું એ પ્રમાણે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે કચ્છના મોટા ભાગના બધા જ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે જે વરસાદ ખૂટતો હતો કચ્છ બનાસકાંઠા અને ત્યાના ખેડૂતોની એ સમસ્યા હતી
કે બેન અમારે ત્યાં વરસાદ નથી પડ્યો એ વરસાદ આ રાઉન્ડ જે વરસાદનો પચશે ત્યાં સુધીમાં બધી જ જગ્યાએ સારો વરસાદ લઈને આવશે હવે આગામી દિવસોમાં બે ત્રણ દિવસ સુધી વરસાદની આફ્ટર ઇફેક્ટ જે સિસ્ટમ જતી રહે એની આફ્ટર ઇફેક્ટ રહેશે એટલે અમુકજિલ્લાઓમાં હજુ સામાન્ય મધ્યમ વરસાદ છૂટો છવાયો ઝાપટા વાળો વરસાદ પડશે બાકી અતિથી અતિભારે વરસાદ નહીં પડે હા આ 48 કલાકમાં અનેક જિલ્લા એવા છે કે જ્યાં ફરીથી જળબંબાકારની સ્થિતિ થાય મેઘતાંડવ જેવી સ્થિતિ થાય પણ એના પછી કોઈ જ અતિભારે વરસાદની આગાહી થોડા દિવસો માટે નથી પછી જે વરસાદનો નવો રાઉન્ડ આવશે એ નવા રાઉન્ડમાં ફરી એકવાર ભારે વરસાદ સાથે આવવાનો છે. તો તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો બે દિવસમાં એ અમને કમેન્ટ્સમાં જણાવજો.