Cli

આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી,10 જિલ્લામાં અપાઈ છે “ઓરેન્જ એલર્ટ”…

Uncategorized

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન: 48 કલાકમાં 5 જિલ્લામાં વરસાદ રમઝટ બોલાવી શકે છે.

અમદાવાદ રાજ્યમાં ચોમાસાના પ્રવેશથી જ સતત વરસાદ પડી રહ્યો છે. જ્યારે આવનારા સમયમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આવામાં હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન સામે આવ્યું છે, જે અનુસાર ત્રણ દિવસ મેઘરાજા છોતરા ફાડી શકે છે અને 8થી 12 ઈંચ વરસાદ ખાબકી શકે છે.

હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન છે કે, 3 દિવસ મેઘરાજા છોતરા ફાડી શકે છે. એટલું જ નહીં, 8થી 12 ઈંચ વરસાદ ખાબકવાની આગાહી છે. 48 કલાકમાં 5 જિલ્લામાં વરસાદ રમઝટ બોલાવી શકે છે. દ્વારકા, સુરત, વલસાડ, નવસારી, તાપી માટે આગાહી છે. આ 5 જિલ્લામાં 8થી 12 ઈંચ વરસાદની સંભાવના છે.

તેમની આગાહી અનુસાર, કચ્છ, ભરૂચ, વડોદરા, નર્મદામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે છોટાઉદેપુર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, મોરબી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગની વરસાદને લઇ આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. કચ્છથી વલસાડ સુધી અતિભારે વરસાદનો અલર્ટ છે. જ્યારે આજે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે.

આગામી 5 દિવસ રાજ્યભરમાં થન્ડરસ્ટ્રોમની આગાહી છે. પવનની ગતિ 40 -50 પ્રતિકલાક રહેવાની શક્યતા છે. જ્યારે માછીમારો માટે દરિયો ન ખેડવાની ખાસ સૂચના છે

નોંધનીય છે કે, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *