પપૈયું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે આહાર માટે પપેયું સારું અને તેમાં ઓક્સિડેટસ વધુ પ્રમાણમાં હોય છે તેથી અનેક રોગોને વધતા રોકવામાં સારું મદદરૂપ બને છે અને તેમાં વિટામીન સી નો સ્ત્રોત વધુ માત્રામાં જોવા મળે છે જ્યારે ઘણા અભ્યાસ મુજબ પપૈયામાં ઘણા વિટામીન જોવા મળતા હોય છે જ્યારે ગંભીર રોગોના નિવારણ માટે સારું માનવામાં આવે છે એના સિવાય પેટને પણ સ્વસ્થ રાખે છે આવા અનેક રીતે પપૅયું ઉપયોગી નીવડે છે તેની ચર્ચા આજે કરીશુ
પપૈયામાં ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો જોવા મળે છે જે વય સંબંધિત સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરી શકે છે પપૈયામાં જોવા મળતું એન્ટીઓક્સિડેન્ટ ઝેક્સાન્થિન હાનિકારક વાદળી પ્રકાશ કિરણોને ફિલ્ટર કરે છે આવી સ્થિતિમાં આંખોને સ્વસ્થ રાખવામાં તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આ સિવાય પપૈયાનું સેવન કરવાથી વય સંબંધિત અન્ય ઘણી પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ ઘટાડી શકાય છે જ્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે ફળો પસંદ કરવાનું ઘણીવાર મુશ્કેલ હોય છે પપૈયાનું સેવન આવા લોકો માટે સારો વિકલ્પ બની શકે છે અભ્યાસો દર્શાવે છે કે પ્રકાર 1 ડાયાબિટીસવાળા લોકોએ ઉચ્ચ ફાઇબરયુક્ત આહાર લેવો જોઈએ જે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડે છે.
સંશોધન બતાવે છે કે પપૈયામાં હાજર લાઇકોપીન સંયોજન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે તે એવા લોકો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે જે કેન્સરની સારવાર લઈ રહ્યા છે આ સિવાય પપૈયામાં જોવા મળતું એન્ટીઓક્સિડન્ટ બીટા કેરોટીન પણ કેન્સરનું જોખમ ઘટાડી શકે છે જર્નલ કેન્સર એપિડેમિયોલોજી એન્ડ પ્રિવેન્શન બાયોમાર્કર્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ બીટા કેરોટીનથી ભરપૂર આહાર યુવાનોને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ આપી શકે છે. નોંધ- પ્રેગ્નેટ મહિલાઓએ ડોક્ટરની સલાહ લઇને પપૈયુ ખાવું જોઈએ