શાહરૂખ ખાનનો દિકરો આર્યન જ્યારથી પાર્ટીના કેસમાં ફસાયો છે ત્યારથી બોલીવુડમાં એવું કોઈ નહિ હોય જેને શાહરૂખ ખાનને સાથ ન આપ્યો હોય એ વિશાલ દદલાની હોય પૂજા ભટ્ટ હોય કે કરણ જોહર બધાએ આર્યનના સમર્થનમાં પોતાનો મત રજૂ કર્યો છે હૃતિક રોશને તો આર્યનને હિંમત આપતા પોસ્ટમાં લખ્યું હતું કે ભગવાન પણ હિંમત વાળા લોકોની જ પરિક્ષા લે છે.
સુનીલ શેટ્ટીએ પણ કહ્યું હતું કે બિચારા બચ્ચા હે સાંસ તો લેને દો ત્યારે બોલીવુડમાં માત્ર એક જ અભિનેત્રી એવી છે જે આર્યનને લઈને શાહરૂખ ખાન પર વાર કરી રહી છે આ અભિનેત્રી છે બોલીવુડની ક્વીન કંગના રનૌત હાલમાં કંગનાએ ફરી પોતાના સોશીયલ મીડિયામાં જેકિચેનની એક પોસ્ટ શેર કરી હતી.
જેમાં તેને લખ્યું હતું કે હું મારી બધી જ સંપતિ દાન કરી દઇશ જો મારો દીકરો લાયક હશે તો કમાશે નહિ તો મારા પૈસા પણ વેડફી નાખશે ઉલ્લેખનીય છેકે જેકિચેનનો દીકરો પણ આવા જ કેસમાં ફસાયો હતો અને તે સમયે જેકિચેને દીકરાને સમર્થન આપવાને બદલે લોકોની સામે માફી માંગી હતી.
તેમને કહ્યું હતું કે હું એક સારો પિતા નથી બની શક્યો જો કે હાલમાં કંગનાએ આ પોસ્ટ શેર કરીને ઈશારો કર્યો છે કે શાહરૂખે પણ આવું જ કરવું જોઈએ જો તેનો દીકરો ગુનેગાર હોય તો તમને જણાવી દઇએ કે હાલમાં આર્યન જેલમાં છે અને આજે થયેલી સુનવણીમાં પણ કોર્ટ દ્વારા આર્યનને જામીન નથી આપ્યા.