રાજકોટ થી 45 અને અમદાવાદથી 190 કિલોમીટરના અંતરે આવેલું છે ચોટીલા ગામ અને આ ગામમાં આવેલો છે માં ચામુંડાનો ચોટીલાનો પર્વત જ્યાં શાક્ષાત બિરાજમાન છે માતાજી ચામુંડા આ એક એવું મંદિર છે જ્યાં દૂર દૂરથી ભક્તો માતાજીનાં દર્શને આવે છે અને બની જાય છે ધન્ય ચાલો જાણીએ આ મંદિર તો ઇતિહાસ.
ચામુંડા માતાજીનો આ ડુંગર હજારો વર્ષ જૂનો છે એવો ઉલ્લેખ થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ગણો મોટો ત્રાસ હતો ત્યારે ઋષિ મુનીઓએ યગ્ન કરી જે શક્તિને પ્રાર્થના કરી કે તમે આ બે રાક્ષસોનો વધ કરો તે સમયે હવન કુંડમા થી તેજ સ્વરૂપે પ્રગટ થયા મહા શક્તિ તે મહાશક્તિએ ચંડ અને મુંડ નામના આ બે મહા રાક્ષસોનો વધ કર્યો.
બસ ત્યાર બાદ આ માતાજી કહેવાયા ચંડી ચામુંડા ખરેખર છે ને બહુ જોરમાર મારા માતાજી તો ચમત્કાર આજે તો અહિયાં એક ભવ્ય મંદિર છે પણ આજથી 150 વર્ષ પહેલા અહિયાં બસ એક નાનો ઓરડો હતો તેમ છતા લોકો મહા મેહનતે આ પર્વત પર ચડતા હતા અને માતાજીનાં દર્શન કરવા આવતા હતા માતા ચામુંડા આ મંદિરમાં દિવસમાં ત્રણ વખત સ્વરૂપ બદલે છે જેમાં બાલિકા સ્વરૂપ વૃદ્ધા સ્વરૂપ અને કોપાયમાન સ્વરૂપ.
ચોટીલાના આ મંદિરમાં જો તમે ધ્યાનથી જોશો તો ચામુંડામાં ના બે સ્વરૂપ તમને જોવા મડશે માતાજીએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમના બે સ્વરૂપ અહિયાં બિરાજમાન છે એક સ્વરૂપ છે ચંડી અને બીજું સ્વરૂપ છે ચામુંડાનું તમને જાણીને નવાઈ લાગશે કે લોકડાઉન પછી આ માતાજીનાં મન્દિરે દર્શન કરવા માટે લોકોની ભીડ એકદમ વધી ગયી છે આજે ત્યાં દિવસમાં ગણા બધા લોકો ચામુંડા માતાજીનાં ધરશને આવતા હોય છે પરંતુ સાંજ પડતાજ અને જેવી આરતી પણ પૂરી થાય કે તરતજ દરેક માણસે ડુંગરની નીચે ઉતરી જવું પડે છે સામાન્ય માણસે જ નહીં પરંતુ મંદિરના પૂજારીને પણ છેલ્લી સાંજની આરતી બાદ મંદિરની નીચે ઉતરી જવું પડે છે.
રાત્રિ ના સમયે આ પર્વત પર કોઈ રહી શકતું નથી હા માત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની મનુરી માતાજીએ આપી છે તમને આ માતાજીનાં વિષે જાણી અમને આશા છે કે બહુ જ સરસ ગમ્યું હશે આવા મહન માતાજીની આ આર્ટિકલ ને તમારા મિત્ર મંડળને પણ શેર કરો જેથી તેઓ ને પણ આ વાતની જાણ થાય.