ગુજરાતના કોમેડી કિંગ ચંદન રાઠોડ તેમને લોકો ગુજ્જુ લવગુરુના નામથી ઓળખે છે છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન પૂરું પાડે છે સોસીયલ મીડિયામાં લાખોમાં ફોલોવર ધરાવતા ગુજ્જુ ભાઈનો એકાદ વીડિઓ આવે તો લાખો માં વ્યુ આવતા હોય છે. પહેલા ટિકટોક માં કોમેડી વીડિઓ થી હાઇલાઇટ થયેલ ચંદન રાઠોડ આજે લાખો માં એમના ફેન થઇ ગયા છે. ચંદન રાઠોડ બનાસકાંઠામાંથી સામાન્ય પરિવાર માંથી આવે છે. આજે એમની વાત કરવી છે તો આવો જાણીએ ગુજ્જુ લવગુરુ વિશે.
ગુજ્જુ લવગુરુ નો જન્મ બનાસકાંઠાના સુઇગામ માં થયેલ છે તેઓ સામાન્ય પરિવાર માંથી આવે છે તેમના પિતા નામ ઘેગાભઈ હાજરાભાઈ પરિવાર સાથે રહે છે. એક ન્યૂઝમાં તેઓ જણાવે છેકે એક અકસ્માતમાં તેમના પરિવારને ચોટ આવતા ઘરના દાગીના અને રૂપિયા જતા રહ્યા હતા. એમને જમીન ભાગે વાવીને ગુજરાન ચલાવવુ પડતું હતું પરંતુ જમીન માં ખોટ આવતા દેવું વધી ગયું લેણીયાતો વધી ગયા અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે ચંદન રાઠોડ એક સીરામીક ઉધોગ જે મોરબી માં આવેલ છે ત્યાં પણ નોકરી કરવા ગયા, ત્યાં સાત વર્ષ સુધી ચાની કીટલી ઉપર કામ કર્યું,
વધુમાં ચંદન રાઠોડ કહે છેકે એ ટાઈમે ટિકટોક આવતા કોમેડી નો રોલ ભજવીને થોડો ફેમસ થયો હતો અને લોકચાહના વધવા લાગી પરંતુ કમનસીબે ટિકટોક બન્ધ થઈ ગયું છતાં સોસીયલ મીડિયામાંજ સેટ થવાનુ નક્કી કરી લીધું એમણે પોતાની યુટુંબમાં ગુજ્જુ લવ ગુરુ નામની ચેનલ બનાવીને આગળ વધ્યા અત્યારે એમની સોસીયલ મીડિયા સારી લોકચાહના છે. ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર નું આવનાર ફિલ્મ માં પણ ચંદન રાઠોડ એ કોમેડી નો રોલ કર્યો છે અને ઘણા ગુજરાતી આલ્બમ માં પણ એમણે એકટીંગ કરી છે. આ ચંદન રાઠોડ તેઓ સધર્ષ કરીને ઝીરો માંથી હીરો બન્યા છે. સ્વભાવે પણ એકદમ રમુજી સ્વભાવના છે હંમેશા હસતા જ રહેતા ગુજ્જુ લવગુરુ ની એકવાર મુલાકાત કરવા જેવી છે.