દેશમાં આર્મી અને પોલીસ સુરક્ષા શાંતિ જણવાય એ હેતુ કાર્ય કરે છે જેમાં ઘણા બધા યુવાનો આર્મીમાં દેશની સરહદ પર દેશની સુરક્ષા કરે છે તો પોલીસ જવાનો દેશની આતંરિક સુરક્ષા હેતુ કાર્ય કરે છે સામાન્ય રીતે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાથી એક બે યુવાનો પોલીસ કે આર્મીમાં હોઈ શકે પરંતુ ગુજરાતમાં.
એક એવું ગામ છે જેમાંથી ઘરદિઠ યુવાનો પોલીસ અને આર્મીમાં દેશની સેવા કરે છે બનાસકાંઠા જીલ્લામાં આવેલું પાલનપુર નું મોટાગામ જેનુ વસ્તીધોરણ છે હજાર છે એમાંથી એક બે નહીં પરંતુ 300 યુવાનો પોલીસ અને આર્મીમાં સેવા બજાવે છે જાણતા નવાઈ લાગશે પરંતુ આ ગામને સપુતોના ગામ તરીકે ઓળખવામાં આવે છે.
છેલ્લા 47 વર્ષથી દેશને દિકરા આપતા આ ગામમાં 3 શહીદ થયેલા યુવાનોના સ્મારક પણ બનાવવામાં આવ્યા છે આ ગામમાં બાળકને અભ્યાસ સાથે આર્મી અને પોલીસની તૈયારી કરવા માટેનું યોગ્ય વાતાવરણ પણ મળી રહે છે આ ગામમાં ભાઈચારો કેળવાયો છે દર વર્ષે આ ગામમાં થી આર્મી અને
પોલીસ ની ભરતીમાં યુવાનો સિલેક્ટ થતા ગામ આખાય માં ઉત્સવ નો માહોલ જોવા મળે છે ગામજનો અને ગામના મોભી આગેવાનો વધુ યુવાનોની કારકિર્દી અને ઉજવળ ભવિષ્ય માટે કામ કરે છે આ ગામમાં ફાર્મી અને પોલીસની ભરતી ની તૈયારી કરતા યુવાનો માટે ખાસ દોડવાનું ગ્રાઉન્ડ તૈયાર.
કરવામાં આવ્યું છે સાથે લાઇબ્રેરી માં પુસ્તકો નું વાંચન કરવા માટે વિવિધ પ્રકારના પુસ્તકો પણ વિનામૂલ્યે આપવામાં આવે છે ગામના ધનીક લોકો યુવાનો માટે આગળ આવી ને આ ઉમદા કાર્યમાં સહભાગી થતા જોવા મળે છે ગામનું એક અનોખું ગૌરવ છે જે યુવાપેઢીને પગભર જોવા માંગે છે.