બોલીવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન હાલમાં ચારેકોર ચર્ચામાં છે અને આ ચર્ચાનું કારણ છે નાર્કોટિક્સ વિભાગે પકડેલા ડ્રગ્સ સુશાંત સિંહ રાજપૂતના કેસ બાદ નાર્કોટિક્સ વિભાગ મુંબઈમાં ડ્રગ્સ માફિયાઓને લઈને કડક વલણ દાખવી રહી છે ત્યારે હાલમાં જ શાહરૂખના દીકરા આર્યન ને ક્રુ પાર્ટીમાં ડ્રગ્સ લેતા નાર્કોટિક્સ વિભાગે પકડી પાડ્યો હતો અને હાલમાં તેની પૂછપરછ ચાલી રહી છે.
જો કે મીડિયાનું માનીએ તો એમ કહેવાય રહ્યું છે કે આર્યનને એક દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ છોડી દેવામાં આવશે કારણકે તેની પાસે કોઈ જ સબૂત નથી મળ્યા ત્યારે બીજી તરફ ઓન પેપરની ખબર માનીએ તો નાર્કોટિક્સ વિભાગે આર્યન ખાનને ૭ દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની માગણી કરી છે જેનું કારણ આર્યનના વોટ્સ એપ પરથી મળેલા મસેજ હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આર્યનના વોટ્સ એપ મેસેજમાં ડ્રગ્સ સંબંધિત મેસેજ મળી આવ્યા છે જેમાં ડ્રગ્સ લેવાની વાતો થઈ રહી છે અને કોડવર્ડમાં ડ્રગ્સ કિંમત કેવી રીતે ચૂકવવી તે પણ પૂછવામાં આવી રહ્યું છે બીજુ એક મહત્વનું કારણ એ પણ જણાય રહ્યું છે કે આર્યન પૂછપરછ દરમિયાન ડ્રગ્સનું વેચાણ કરનાર એક વ્યકિતનું નામ આપ્યું હતું જો કે નાર્કોટિક્સ દ્વારા આ વ્યક્તિને પકડી તેની પણ પૂછપરછ કરાઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે નાર્કોટિક્સ વિભાગે પાર્ટીના આયોજકોને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા અને તેઓ એક બસમાં મોટી બેગ લઈને આવ્યા હતા.
જો કે આ બેગમાં ડ્રગ્સ છે કે બીજી કોઈ વસ્તુએ સામે આવ્યું નથી પરતું એક વાત ચોક્કસ છે કે મિડીયા આ કેસને જેટલો નાનો અને સરળ બતાવી રહી છે તેવો આ કેસ નથી આ કેસ માત્ર આર્યન ખાન નહિ પરંતુ તેના જેવા અન્ય લોકો માટે પણ એક શીખ સાબિત થાય અને આર્યનની ઉંમરના યુવાન નો સમજાય કે કાયદા અને નિયમ બધા જ માટે સરખા હોય છે તે માટે નાર્કોટિક્સ કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે જો કે જે રીતે બોલીવુડના સ્ટાર્સ આર્યનની તરફેણ કરી રહ્યા છે એ જોતા તો એવું જ લાગી રહ્યું છે કે તેઓ આ મામલાને દબાવી નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.