અભિનેતા અજય દેવગણ એટલે કે બોલીવુડના આપણા સિંઘમ ને તો તમે જાણો જે છો અજય દેવગણ એ પોતાના કરિયર જે સફળતા મેળવી છે તે વખાણવા લાયક છે.તેમને એક પ્રોડ્યુસર તરીકે પણ સારી એવી નામના મેળવી છે પરતું આજે અમે તમને એમની કોઈ ફિલ્મ વિશે નથી જણાવવાના.
આજે અમે તમને અજય દેવગણ ના જીવન સાથે જોડાયેલી એક જગ્યા વિશે જણાવીશું જે તમે પહેલા ક્યાંય નહિ જાણ્યું હોય આજે અમે તમને અજય દેવગણના ગામ વિશે જણાવીશું અજય દેવગણ પોતાના ગામમાં પાંચ વર્ષ પહેલાં ગયા હતા આ ગામનું નામ અટારી છે જે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે અજયના પિતા અટારીના રહેવાસી હતા તેમનો જન્મ અમૃતસરમાં વર્ષ ૧૯૪૩માં થયો હતો.
વીરુ દેવગણનું પુરું નામ વીરેન્દ્ર દેવગણ હતું જેઓ કામની શોધમાં પહેલા દિલ્હી અને ત્યારબાદ મુંબઈ આવ્યા હતા વીરુ દેવગણ જ્યારે પહેલીવાર મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારે તેઓ ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા જેને કારણે તેમને જેલ પણ થઈ હતી જો કે તેમને હિંમત ન હારી અને મુંબઈમાં ફિલ્મ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરવા પ્રયત્ન કર્યો.
પરતું કોઈ પરિણામ ન મળતા તેમને મુંબઈમાં જ સુથારી કામ કરવાની શરૂઆત કરી જે બાદ વર્ષ ૧૯૬૭માં તેમના નસીબમાં બદલાવ આવ્યો અને તેમને ફિલ્મ અનિતામાં સ્ટંટ કરવાની તક મળી જે બાદ તેમને બોલીવુડમાં સ્ટંટમેન તરીકે ઘણું કામ કર્યું છે ત્યારબાદ તેમના અને તેમના દીકરા વિષે તો આપણે જાણીએ જ છીએ તાજેતરમાં જ તેમનું અવસાન થયું હતું.