શું તમને નોકરી નથી મળતી અથવા નોકરી થી પોતાનું ગુજરાન તથી ચાલતું ? તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો તમે પોતાનો બિઝનેસ કરવા માંગત હોવ તો અમે તમારા માટે એક મસ્ત સારો બિઝનેસ નો આઈડિયા લઈને આવ્યા છીએ જેમાં આ બિઝનેસ ડેરી પ્રોડક્ટ નો છે તેમાં તમારે ટોટલ 5 લાખ સુધીનું રોકાણ કરવાનું રહેશે આ બિઝનેસ માં દર મહિને ટોટલ 70 હજાર રૂપિયા કમાઇ શકો છો આ બિઝનેસમાં તમે એક પોતાના ફાર્મ ઉપર જ સારો બિઝનેસ કરી શકશો અને આ બિઝનેશ કરવા માટે કેન્દ્ર સરકાર પણ સહકાર આપે છે તો આવો જાણીએ વિગતે ડેરી ફાર્મ કઈ રીતે રોકાણ કરવું અને કઈ રીતે વેપાર કરવો આજે એની માહિતી આપીશુ
કોઈપણ વ્યવસાય શરૂ કરવા માટે, સૌ પ્રથમ પૈસાની જરૂર છે. આ માટે ગભરાવાની જરૂર નથી, મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના સાથે મૂડી આરામથી ગોઠવી શકાય છે.કુલ રોકાણમાંથી 70 ટકા લોન મળશે જ્યારે તમે ડેરી પ્રોડક્ટ્સનો વ્યવસાય શરૂ કરો છો, ત્યારે સરકારની મુદ્રા લોનમાંથી કુલ ખર્ચના 70 ટકા રકમ બેંક પાસેથી પ્રાપ્ત થશે.આ બિઝનેસ શરૂ કરવા માટે 1000 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડશે. જેમાં પ્રોસેસિંગ એરિયા માટે 500 સ્ક્વેર ફૂટ જગ્યા, રેફ્રિજરેશન રૂમ માટે 150 સ્ક્વેર ફીટ, વોશિંગ એરિયા માટે 150 સ્ક્વેર ફીટ, ઓફિસ, ટોઇલેટ અને અન્ય સુવિધાઓ માટે 100 સ્ક્વેર ફીટની જરૂર પડશે.
લાખો રૂપિયાનું રોકાણ કરવું પડશે, પ્રોજેક્ટ પ્રોફાઇલ મુજબ જ, આ વ્યવસાયનો પ્રોજેક્ટ 16 લાખ 50 હજાર રૂપિયા સુધી તૈયાર કરી શકાય છે. આમાં વ્યક્તિએ પોતે જ 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના પ્રોજેક્ટ મુજબ જોવામાં આવે તો આ વ્યવસાયમાં 75 હજાર લિટર સુગંધિત દૂધનો વેપાર એક વર્ષમાં થઈ શકે છે. આ સિવાય 36 હજાર લિટર દહીં, 90 હજાર લિટર માખણ અને 4500 કિલો ઘી પણ બનાવી અને વેચી શકાય છે. તદનુસાર, લગભગ 82 લાખ 50 હજાર રૂપિયાનું ટર્નઓવર થશે. જેમાં લગભગ 74 લાખ રૂપિયાનો ખર્ચ થશે, જ્યારે 14 ટકા વ્યાજ ઉપાડ્યા પછી પણ તમે લગભગ 8 લાખની બચત કરી શકો છો. અને વધુ માહિતી જોઈતી હોય તો યુટુંબ માં ઘણા વીડિઓ મળી રહેશે તમને. મિત્રો આ પોસ્ટ એવા લોકો સુંધી પોચાડજો કે જેમને આ બિઝનેશ કરવાની ઈચ્છા હોય કારણ કે એના વિશે પુરી જાણકારી મળી રહે