Cli
you have to know this story about father and son

પિતા જ્યાં પટાવાળા હતા ત્યાજ મેનેજરમાં નોકરી લાગ્યો દીકરો ! પણ દીકરાને લાગતી હતી શરમ ત્યારે માલિકે…

Story

માતાપિતા ગમે તેટલા ગરીબ હોય, તેમને જમવાના ફાંફા હોય તેમ છતાં પોતાના સંતાનોને ક્યારેય કોઈ વાતની ખોટ ન પડે તેનું ધ્યાન રાખતા હોય છે. દરેક માતાપિતા અને તેમાં પણ જો પિતા જ પરિવારની કમાણીનો આધાર હોય તો તે પોતાની જરૂરિયાતો કરતા સંતાનની જરૂરિયાતો ને વધુ મહત્વ આપતા હોય છે. ગમે તેવી મહેનત, ગમે તેવું નાનામાં નાનું કામ કરી તે પોતાના સંતાનને સારું શિક્ષણ અને જીવન જરૂરિયાતની વસ્તુ આપતા હોય છે.

પરંતુ આ જ સંતાન મોટા થઈને પોતાના પિતાના ઉછેર પર પ્રશ્ન ઉઠાવતા હોય છે, પોતાને નોકરી મળતા જ પિતાની જે નોકરી પર શિક્ષણ મેળવ્યું તેને તુચ્છ ગણતા હોય છે. આજના આ લેખમાં અમે તમને એક એવા પિતાની કહાની જણાવીશું જેને પટ્ટાવાળાની નોકરી કરી દીકરાને સારું શિક્ષણ અપાવ્યું અને પછી એ દીકરાએ જ એના પિતાને પટ્ટાવાળા કહી દીધો.

કહાની છે એક મોટી કંપનીમાં પ્યુનની નોકરી કરતા શુક્લા જી ની. શુક્લાજી નું પૂરું નામ કદાચ ઓફિસમાં પણ કોઈને ખબર નહિ હોય કારણ કે આજે જ્યા લોકોને એક વર્ષ પછી વ્યક્તિ યાદ નથી રહેતો ત્યાં ૩૦ વર્ષ જેને શુક્લા જી શુક્લા જી કહી બોલાવ્યા હોય એનું નામ કોઈને ક્યાંથી યાદ રહેવાનું. ખેર નામ મે ક્યા રખા હૈ, મૂળ મુદ્દાની વાત તો તેમની મહેનત અને તેમના દીકરાના વર્તનની છે. શુક્લાજીને ત્રણ સંતાન હતાં.

પોતે ચા, કોફી નાસ્તો,સારો બનાવતા એટલે એક સારી કંપનીમાં પ્યુન તરીકે નોકરી મળી ગઈ હતી. ઉપરી કર્મચારી, કંપનીના માલિક સ્વભાવે સારા હતા એટલે ક્યારેય નોકરી છોડવાનો વિચાર ન આવ્યો. આ નોકરી છોડી કદાચ બીજી સારી ન મળે તો સંતાનોના ભણતરનું શું? કદાચ એ વિચારે કોઈ પેઢી પર કામ કરતા હોય એમ શુક્લા જી કંપનીમાં કામ કરતા રહ્યા કંપનીના માલિક બદલાયા. અમુક વર્ષો વિતતા માલિકના દીકરા મોટા થતા એ માલિક બન્યા. ધીરે ધીરે એમનો પરિવાર પણ શરૂ થયો. પરંતુ શુક્લા જી એ કંપનીનો સાથ ન છોડ્યો.

એક દિવસ અચાનક શુક્લાજીના મોટા દીકરા રાકેશ ની નોકરી તે જ્યા પ્યુનની નોકરી કરતા હતા તે જ કંપનીમાં લાગી ગઈ. શુકલાજીને ખુબ જ ખુશી થઈ. પરંતુ રાકેશ જે કંપનીમાં મેનેજરની પોસ્ટ પર લાગ્યો હતો તેને પોતાના પિતા પર શર્મ આવવા લાગી. દીકરાની નોકરીના પહેલા જ દિવસે જ્યારે શુક્લાજીaએ કેબિનમાં જઇ બેટા કહી બોલાવ્યો તો દીકરાનું મગજ હલી ગયું. ગુસ્સામાં આવતા તેણે કહ્યું પ્યુન છો પ્યુન બનીને રહેવાનું. મને સર કહી બોલાવવાનો. એટલું જ નહિ રાકેશે પિતા ને કહ્યું કે તમે મારા પિતા છો એ કોઈને જાણ ન થવી જોઈએ.પણ આ બોલતા સમયે એને ખબર ન હતી કે તેના બોસ કેબિન બહાર આ બધી જ વાતો સાંભળી રહ્યા હતા.

બોસે તરત જ એક મીટિંગ બોલાવી અને તેમાં એમ્પ્લોય ઓફ ધ યર ના એવોર્ડ ની જાહેરાત કરી. આ એવોર્ડ કોણ જીતશે એ જાણવાની સૌ કર્મચારીઓમાં ઉત્સુકતા દેખાઈ રહી હતી. સૌ એકબીજા તરફ જોઈ રહ્યા હતા કે એવામાં જ બોસે બહાર થી કોને અંદર આવવા કહ્યું. શુકલાજી અંદર આવ્યા. કદાચ ચા પાણી માટે, શુક્લા જી ને બોલાવવામાં આવ્યા હશે એવો સૌનો અંદાજો હતો. પરંતુ બોસે જે કહ્યું એ બાદ સૌની આંખો ફટી ગઈ.

બોસે શુક્લા જી ને એમ્પ્લોય ઓફ ધ યર નો એવોર્ડ આપ્યો અને તેની સાથે જ પોતાની કંપનીમાં 10% ના ભાગીદાર બનાવ્યા. રાકેશ અત્યાર સુધી જે પિતાને પ્યુન સમજીને તેનું અપમાન કરી રહ્યો હતો તે પિતાને કંપનીના માલિક બનતા જોઈ તેનું માથું શર્મથી નમી ગયું દોસ્તો આ વાર્તા માત્ર પિતા અને સંતાનોના સંબંધ કે પોતાના ત્યાગની જ વાત નથી કરતી. આ વાર્તા શીખવે છે, ક્યારેય પૈસાના ઘમંડમાં કે જ્ઞાનના ઘમંડમાં બીજાનું અપમાન ન કરવું કારણ કે સમયનું ચક્ર ક્યારે કોને બળવાન બનાવે એ નક્કી નથી હોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *