મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. એવું માનવામાં આવે છે કે સરકાર અને સંગઠન વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને કારણે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. ખુદ વિજય રૂપાણીએ આની જાહેરાત કરી અને કહ્યું કે તેઓ પાર્ટી કાર્યકર તરીકે કામ કરતા રહેશે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું કે, ભાજપમાં સમય સાથે જવાબદારીઓ બદલાય છે. વડા પ્રધાનનો આભાર કે જેમણે મને પાંચ વર્ષ સુધી ગુજરાતના લોકોની સેવા કરવાની તક આપી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ આભાર માન્યો, જેમણે મને સમય સમય પર માર્ગદર્શન આપ્યું.
વધુમાં વિજયભાઈ રૂપાણી એ નરેન્દ્રભાઈ મોદી નો આભાર માનતા જણાવ્યું હતું કે મેં પાર્ટી ની તમામ જિમેંદારીઓ પુરી કરી છે કોરોનાકાળ સમયે પણ દેશ સાથે મળીને સારું કામ કર્યું છે જે ભાજપ માં આ એક સ્વભાવીક પ્રક્રીયા છે. વિજયભાઈના રાજીનામાં પછી કેન્દ્ર ને નવો ચહેરો લાવવા નો મોકો મળ્યો છે ગુજરાતમાં 2022 ની ચૂંટણી કોના ચહેરા પર લડવામાં આવશે તેના જવાબમાં રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી લડવામાં આવી છે અને તે 2022 માં પણ થશે. જ્યારે વિજયભાઈ ના રાજનીનામાં મુદ્દે કૉંગ્રેશ એ નિશાન સાધ્યું છે જે કોગ્રેશ નેતા હાર્દિક પટેલ એ કહ્યું હતું કે ભાજપે પોતાની નાકામી ચુપાવામાં માટે આ કર્યું છે અને ગુજરાત અમાંરી ટિમ કૉંગ્રેશ મજબૂત થઈ રહી છે