સૂર્યવંશમ એક એવી પરિવારો ફિલ્મ છે જે દાયકાઓ બાદ આજે પણ લોકોની પ્રિય છે આ ફિલ્મની વાર્તા ફિલ્મના ગીત અને ફિલ્મના કલાકારો એ દર્શકો પર પોતાની એક અમીટ છાપ છોડી હતી પરંતુ અમિતાભ બચ્ચન સિવાય આ ફિલ્મનો હિસ્સો રહેલા બીજા કલાકાર આ એક ફિલ્મ પછી ક્યારે પણ બોલીવુડમાં જોવા મળ્યા નથી આજે અમે તમને જણાવીશું આ ફિલ્મના કેટલાક એવા કલાકારો વિશે જે એક ફિલ્મ બાદ ક્યાંય જોવા જ મળ્યા નથી.
સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મમાં ભાનુપ્રતાપ સિહ એટલે કે અમિતાભ બચ્ચનની પત્ની નું પાત્ર ભજવનાર જયા સુધાની તો જયા સુધાના લગ્ન પ્રોડ્યુસર નિતિન કપૂર સાથે થયા હતા તેમના બે બાળકો છે જયાં સુધાએ સૂર્યવંશમ ફિલ્મમાં કામ કર્યા બાદ સાઉથની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું જ્યાં તેમને ઘણી સફળતા મળી.
આ ફિલ્મમાં નેગેટિવ પાત્ર ભજવનાર મુકેશ રિશી પણ થોડાક સમય કામ કર્યા બાદ સાઉથની ફિલ્મોમાં કામ કરવા લાગ્યા હતા ત્યાં જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી સોંદર્યની વાત કરીએ તો સૂર્યવંશમ ફિલ્મ પછી તેમણે પણ બોલીવુડ છોડી સાઉથમાં કામ કરવાની શરૂઆત કરી હતી જે બાદ બિઝનેસમેન સાથે લગ્ન કરી પરિવારની જવાબદારી સંભાળી હતી જો કે એક પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું.
છેલ્લે જો વાત કરીએ ફિલ્મમાં ગૌરીનું પાત્ર ભજવનાર રચના બેનર્જીના જીવનની તો આ અભિનેત્રીએ પોતાના જીવનમાં બે લગ્ન કર્યા અને થોડા સમય બાદ પોતાના એક્ટિંગ કરિયરને વિરામ આપી દીધો હતો બસ આજે તે એક નોર્મલ વાઇફની માફક સાદું જીવન વિતાવે છે તમે શું કહેવા માગો છો આ બધા કલાકારો વિષે આજે પણ તેઓ દરેક ગુજરાતીના દિલોમાં વસવાટ કરી ગયા છે કે નહીં આજે પણ ક્યારેક સૂર્યવંશમ ટીવી પર જોવા મળે તો તેની સામે બેસીને આખી ફિલ્મ જોવાનું મન થાય છે કે નહીં.