દિવ્યાંગ વ્યક્તિને જીવન દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તેમને કોઈ મદદરૂપ થનાર હોય તો તેમના માટે થોડુંક સરળ બને છે પરંતુ જો તમને કોઈ સાથ સહકાર આપવાવાળુ ન હોય તો તેમના માટે જીવન નરક બની જાય છે આજે તેવા જ એક દંપતીની વાત કરવાના છીએ જેમને કોઈનો સાથ સહકાર નથી તેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેથી એક સંસ્થાએ તેમની મુલાકાત લીધી અને તેમનો દુઃખ સમજીને તેમની મદદ કરી.
અજય ભાઈ મોદી અને મમતા મોદી એક દંપતિ છે તે બંન્ને દિવ્યાંગ છે મમતા બહેનનો એક પૂરો ધડ હલન ચલન કરી નથી શકતો તેમની એક છોકરી છે જેના લગ્ન થઈ ગયા છે તે સાસરે રહે છે કોરોના દરમિયાન આ દંપતીની હાલત ખૂબ જ ખરાબ બની જેથી તેમની પાસે ખાવા માટે પણ કઈ રહ્યું નહીં તેઓ દિવ્યાંગ હોવાથી કંઈ કામ નથી કરી શકતા.
તેમના ઘરની હાલત પણ ખૂબ ખરાબ છે તેમને મદદ કરવા માટે પણ કોઈ આગળ નથી આવતું તેમણે કહ્યું કે અમારા બે ભાઈ છે પરંતુ અમને કોઈ મદદ નથી કરતું તેમને અમે મદદ કરવા કહીએ તો અમને બે ચાર વાતો સંભળાવી દે છે જેથી અમે તેમની મદદ માંગતા નથી અમારા આડોશી-પાડોશી ખૂબ જ સારા છે અમને ખાવા માટે આપી જાય છે અને મદદરૂપ થાય છે હું તેમને મારા ભાઈ બહેન જેવા જ માનું છું જે જાત ધર્મથી નહીં પણ મનથી મારા ભાઇ-બહેન છે.
હમણાં તે દંપતિની સ્થિતિ ખૂબ જ ખરાબ છે તે દિવસમાં એક ટાઈમ જ જમે છે સવારે ખાલી ચા પીએ છે અને રાત્રે ભાજી રોટલી ખાય છે ક્યારેક ખાલી ભાત ખાય છે તો ક્યારેક ખાલી રોટલી ખાઇને ગુજરાન ચલાવે છે સંસ્થાએ તેમને મદદ કરવા માટે 12 મહિનાનું રાશન ભરાવીને આપ્યું અને તેમને એક કેબીન બનાવી આપવાની ખાતરી આપી જેથી તે થોડાક પૈસા કમાઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે અને તેમને કોઈના આગળ હાથ જોડવા ન પડે.