Cli

શું તમે હળદર મિલાવટ વાળી તૉ નથી ખાઈ રહ્યાં ને, આ રીતે ઓળખો અસલી-નકલી હળદર

Ajab-Gajab Life Style

હળદર એ એવી વસ્તુ છે જેની દરરોજ આપણે શાક બનાવતા સમયે જરૂર પડે છે આ હળદરના ઘણા બધા ફાયદા છે હા એ પણ કે હળદર ચોખ્ખી હોય તો. તમને મિત્રો ખબર નહીં હોય કે આ હળદર માં ઘણી બધી મિલાવટ થઈ શકે છે જો હળદર માં મિલાવટ હોય તો તમને કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે. હળદર માં મિલાવટ છે કે નહીં એની કઈ રિતે ખબર પડશે તો આજે આવો જાણીએ કે કઈ હળદર ચોખી અને કઈ મિલાવટ વાળી

ક્યારેક હળદર પાવડરમાં મેટેનાઇલ યલો નામનું રસાયણ ભેળવવામાં આવે છે. જેના કારણે કેન્સર જેવા ગંભીર રોગનું જોખમ રહેલું છે. લીવરને પણ અસર થાય છે. એક અભ્યાસ મુજબ, હળદરના ઉત્પાદન દરમિયાન ઘણી વખત તેજસ્વી પીળા રંગની સીસું ધરાવતું સંયોજન ભેળસેળયુક્ત હોય છે. આ ‘ક્રોમેટ’ છે.FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ હળદર ભેળસેળયુક્ત છે કે નહીં તે ઓળખવા માટે એક પદ્ધતિ આપી છે. FSSAI એ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે.

બે ગ્લાસ પાણી લો. બંનેમાં એક -એક ચમચી હળદર પાવડર નાખો. 30 સેકન્ડ પછી તમે જોશો કે ભેળસેળવાળી હળદર ગ્લાસમાં સ્થિર થઈ જશે અને પાણીનો રંગ ઘેરો પીળો થઈ જશે. બીજી બાજુ, શુદ્ધ હળદર ધીમે ધીમે નીચે જાય છે અને પાણીનો રંગ સોનેરી રહે છે. આ રીતે તમે ચેક કરી શકશો કઈ હળદર મિલાવટ વગરની અને મી મિલાવટ વાળી તો મિત્રો આ ટ્રાય તમે ઘરે પણ કરો શકશો અને આ પોસ્ટ સેર કરી દેજો કોઈ કારણ કે તમારા સગા- સંબધી ઓ ને જાણ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *