Cli

માં અંબા નો મેળો રદ, છતાં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું , લાખો ભક્તો અંબાજી પહોંચ્યા

Uncategorized

જ્યારે ભાદરવી પૂનમ આવવાની હોય એ પહેલા પુરા ગુજરાત તથા રાજસ્થાન થી અને ઠેર ઠેર જગ્યાએ થી લાખો લોકો દર્શન કરવા ચાલીને જતા હોય છે અને ઘણા લોકો ગાડી લઈને પણ જતા હોય છે મા અંબાના આશરે લાખો શ્રદ્ધાળુઓ માની માનતા લઈને જતા હય છે. ગુજરાતમાં ઠેરઠેર જગ્યાએ થી બાધા પૂર્ણ કરવા માટે માં અંબા ના આશરે ચાલતા જતા હોય છે ભાદરવી પૂનમનો જે મેળો ભરાય છે એ પણ ટ્રસ્ટ તથા સરકાર દ્વારા બન્દ રાખવામાં આવ્યો છે.

કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને અને ભક્તોના સંપૂર્ણ બંદોબસ્ત માટે લાભ પોલીસને પણ ખડકી દેવાઈ છે અને રવિવારે લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના આરે પહોંચ્યા હતા. ભાદરવી પૂનમ ને ધ્યાનમાં લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટી રહી છે એવા સમયે અહીં અંબાજીનો ભાદરવી નો મેળો ભરાયો નથી પણ અહીં મંદિરમાં દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓ રાજસ્થાન ગુજરાતમાંથી જે આવ્યા છે એમને માટે પૂરો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે

અંબાજી મંદિરના ટ્રસ્ટ તથા પોલીસ કાફલા દ્વારા ભક્તો માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવે છે અને એમાં પણ આજે ભાદરવી પૂનમ હોવાથી ભક્તો ના ટોળા ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા ભાદરવી પૂનમના મેળા ની પરવાનગી આપેલ નથી છતાં પણ લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરવા નીકળી પડ્યા હતા ત્યારે ત્યાંના ટ્રસ્ટના વહીવટમાં જણાવ્યું હતું કે મંદિરમાં ૪૬ લાખ થી વધુ દાન અત્યાર સુધી આવી ચૂક્યું છે. જ્યારે કોરોના ની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખીને ઘરે બેઠા દર્શન કરવા માટે પણ ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તમે ઘરે બેઠા ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ અને youtube માં લાઈબ સ્ટ્રેમ તથા ટીવી ચેનલ માં પણ પ્રસારિત કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *