પ્રાચીન કાળથી ભારત દેશ એ ધર્મ અને સંસ્કૃત વાળો દેશ છે આ દેશ માં માં અનેક દેવી દેવતાઓની પૂજાય છે એ દેશ માં દેવી દેવતાને પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દેશ ખાસ કરીને શક્તિ ના આરાધના નો દેશ છે આ ભારત દેશ માં અનેક શક્તિઓ સાક્ષાત બિરાજે છે એવી જ રીતે ભાવનગર માં આવેલ તળાજા- મહુવા ની વચ્ચે આવેલ ભગુડા ગામ આવેલ છે ત્યાં મોગલ મા નું મન્દિર આવેલ છે જ્યાં મોગલ માના પરચા સાક્ષાત છે આ મોગલ માં ના મન્દિર માં ક્યારેય તાળું મારવામાં નથી આવતું. તમે આ મન્દિરે દર્શન કરવા જાઓ ત્યારે શ્રદ્ધા- ભાવના નો અહેસાસ થાય છે
મોગલ ધામ મન્દિર નો ઇતિહાસ જોઈએ તો આજ થી લગભગ 450 વર્ષ જૂનો ઇતિહાસ છે જ્યાં તમે મન્દિર ની બહાર નીકળો ત્યારે લખેલ છે કે ભગુડા ગામ એજ મોગલ ધામ. ભગુડા ધામ ભાવનગર થી 80 કિલોમીટરના ના અંદાજે આવેલું છે કહેવાય છે કે મોગલ માં નો જન્મ 1800 થી 2000 વર્ષ પહેલાં ચારણ કુળ માં ભીમરાળા ગામ માં થયો હતો. જે માતાજી ના ગુજરાત માં 4 ધામ હાલ છે રાણસર-બાવળા, દ્વારકા,ગોરીયાળી-બગસરા અને ભગુડા છે.જ્યારે હાલ ભગુડા ધામ માતાજી ના શ્રધ્ધા કેદ્ર તરીકે પ્રખ્યાત બન્યું. મોગલ ના ભીમરાણા મોગલ માના પિતા દેવસુર ધાધણીયા અને માતા રાણબાઈ ના ઘરે એમનો જન્મ થયો કહેવાય છે કે માતાજી જન્મ્યા ત્યારે બોલતા ન હતા પણ લોકોને ક્યાં ખબર હતી કે માતાજી માં આટલી શક્તિઓ રહેલી છે.
મોગલ માં ભગુડા બિરાજમાન થયા એમાં કહેવાય છે કે ઇસ 1300 ની સાલ તળાજા વિસ્તારમાં દુકાળ પડે છે તેથી ત્યાંના આહીર માલધારીઓ દુકાળ ગાળવા ગીર તરફ જાય છે તેઓ ગીર માં ચારણ ગઢવી ના નેહડા માં પશુ નિભવવા માટે જાય છે અહીં ચારણ ની કુળદેવી આઈ મોગલ નું ધામ હતું જ્યાં કામળિયા પરિવારમા માજીએ સારી સેવા કરી હતી જ્યારે વર્ષ થતા પોતાના વતન બાજુ જવા નીકળે છે ત્યારે પોતાની બહેન સમાં ચારણ બેને કહ્યું હતું કે મા તારા રખોપા કરશે અને કાપડ માં આઈ શ્રી મોગલ આપ્યા હતા આહીર પરિવાર હતો જેના પોતાના વતન ફરી ભગુડા માં માતાનું સ્થાપના કરી હતી. ત્યારથી માં મોગલ ભગુડા માં બેસણા છે એવું કહેવાય છે ( અહીં ઇતિહાસ બહુ લાંબો છે પણ ટૂંક માં વાત કરી છે) મોગલ માં ને અત્યારે અઢારે આલમ તમામ સમાજ પૂજે છે અને મન થી માનવાથી તમારી મનોકામના ચોકકસ પુરી થાય છે.