બોલીવુડની હિરોઇન પ્રિયંકા ચોપડા એક એવી હિરોઈન છે કે જેને બોલિવુડ અને હોલીવુડમાં પણ કામ કરી ચુકી છે. ભારતની આ અભિનેત્રી પ્રિયંકાએ હમણાં અધૂરું નામની એક પુસ્તક લોન્ચ કર્યું છે તેમાં પોતાના જીવનની કેટલાક અનુભવો સેર કર્યા છે પ્રિયંકાએ એ પુસ્તક માં એક અનુભવ સેર કર્યો હતો જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે એના બોયફ્રેન્ફ સાથે પકડાઈ ગઈ હતી ત્યારે પ્રિયંકા 10 માં ધોરણ માં ભણતી હતી
પ્રિયંકાએ પોતાના પુસ્તકમાં જણાવ્યું હતું કે જ્યારે તે દસમા ધોરણમાં હતી ત્યારે તે બોબ નામના છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. તે સમયે તે અમેરિકામાં તેના સંબંધીઓ સાથે રહેતી હતી. એક દિવસ બોબ અને હું ઘરે બેઠા ટીવી જોઈ રહ્યા હતા. અચાનક મેં બારીની બહાર જોયું કે મારી કાકી સીડી ચડતી અંદર આવી રહી છે. હું ડરી ગઈ હતી બપોરના 2 વાગ્યા હતા આ તેમના આગમનનો સામાન્ય સમય નહોતો બોબને છોડવાનો કોઈ રસ્તો નહોતો અને અમે બંને મારા રૂમ તરફ દોડ્યા. મેં તેને આલમારીમાં છુપાવવા કહ્યું.
પ્રિયંકા પુસ્તકમાં આગળ લખે છે જ્યાં સુધી હું આન્ટીને કરિયાણાની દુકાન પર મોકલું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેવા કીધું કિરણ આન્ટી ઘરમાં પ્રવેશ્યા અને દરેક રૂમને ધ્યાનથી જોવા લાગ્યા હું મારા બેડ બાયોલોજી પુસ્તક સાથે એવી રીતે બબેઠી હતી કે એવું લાગતું હતું કે હું અભ્યાસ કરું છું. માસી બોલ્યા કે બોલ તે અલમારી માં કોઈને સન્તાડી દીધો છે કિરણ આન્ટીએ કબાટનો દરવાજો ખોલવા કહ્યું તો હું ગભરાઈ ગઈ કબાટનો દરવાજો ખોલવામાં આવ્યો અને તેમાંથી એક છોકરો બહાર આવ્યો. પછી તો આંટી એ મમ્મી ને ફોન લગાવ્યો. આ પછી, અભ્યાસ કર્યા પછી પ્રિયંકા અમેરિકાથી પરત આવી અને મિસ ઇન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો. આ પછી અભિનેત્રીએ પાછું વળીને જોયું નથી. મોડેલિંગથી બોલીવુડ અને પછી હોલીવુડ સુધીની સફર અદ્ભુત રીતે ચાલી રહી છે.