Cli

પોતાની વિધાર્થીનીને 2 વર્ષ થી શીકાર બનાવતો હતો શિક્ષક ! આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી

Breaking

આ ઘટના મધ્યપ્રદેશના ઉમરીયાની છે જ્યાં એક શિક્ષકે પોતાની વિદ્યાર્થીનીને પોતાના હવસની શિકાર બનાવી છે. આ શિક્ષક આગામી સમયમાં પણ એક વાર આવા કેશમાં આરોપી બનેલ છે ભાડાના મકાનમાં રહેતી આ યુવતીને પોતાના હવશ ની શીકાર બનાવી હતી. 2 વર્ષ થી આ યુવતી ભાડે મકાનમાં રહેતી હતી ત્યારે સતત બે વર્ષ થી આ શિક્ષક વિધાર્થીનીનું શોષણ કરતો હતો આ આરોપી શિક્ષકનું નામ જગદીશસિંહ ગોંડ બતાવવામાં આવ્યું છે.

શિક્ષકે કરેલા આ કૃત્ય સામે પીડિતાએ છેલ્લા બે વર્ષમાં અનેક વખત વિરોધ કર્યો હતો પરંતુ આરોપી શિક્ષક દ્વારા હુમલો અને જાનથી મારી નાખવાની ધમકીને કારણે ગભરાટમાં આવેલી પીડિત છોકરી સતત ત્રાસ અને અતિરેકનો શિકાર બની રહી. જ્યારે તેની પાસેથી આ બધું સહન ન થયુ પછી પાછળથી તેણે આ બાબતે તેના સંબંધીઓને ફરિયાદ કરી અને તેમને સમગ્ર ઘટના વિગતવાર જણાવી. તેના સંબંધીઓની મદદથી પીડિત વિદ્યાર્થીએ સંબંધિત કોતવાલી પોલીસને આ બાબતે વિધિવત લેખિત ફરિયાદ કરી છે.

જેના આધારે પોલીસે આરોપી શિક્ષક જગદીશ સિંહ ગોંડ નિવાસી મરદરી સામે ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરવામાં આવી હતી.પીડિત વિદ્યાર્થીની વર્ષ 2020 થી ઓગસ્ટ 2021 સુધી સતત અતિરેકનો શિકાર રહી છે. વર્ષ 2017 માં આરોપી શિક્ષક પર આવા જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના પર કેસ પણ વિધિવત નોંધવામાં આવ્યો હતો જ્યારે આ ઘટના બની તો શાળાના સંચાલક દ્વારા આરોપી શિક્ષકને શાળામાંથી બહાર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *