મિત્રો કહેવત છે ને કે મન હોય તી માંળવે જવાય આ કહેવત ને એક ખેત મજૂર ના દીકરા એ સાર્થક કરી બતાવી છે પાટડી તાલુકા ના ખોબા જેવડા પાનવા ગામ ના આનંદ ઠાકોર એ આ કહેવત ને સાર્થક કરી બતાવી છે જેને રાજસ્થાન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કબ્બડી સ્પર્ધા માં આ યુવક એ પોતાના સમાજ નું તથા ગુજરાત નું નામ ગુંજતું કરી દીધું છે. આ સ્પર્ધા માં ટોટલ 7 રાજ્યો એ ભાગ લીધો આ સ્પર્ધા માં આનંદ એ પ્રથમ નમ્બર લાવીને ગુજરાત નું નામ ગુંજતુ કરી દીધું હતું આ ટુનાર્ટમેન્ટ માં ગોલ્ડ મેડલ અને 41000 હજાર નું રોકડ ઇમામ મેંળવ્યું હતુ
પાટડી તાલુકાના પાનવા ગમે ધીરુભાઈ અમરસિંહ ઠાકોર નો દીકરો આનંદ ઠાકોર ધોરણ 4 માં અભ્યાસ કરતો હતો ત્યાંરથી થી જ કબ્બડી રમવાનો શોખ હતો એમની પત્ની કાશી બહેન અને ધીરુભાઈ ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે એમને પોતે મજૂરી કરીને ને બન્ને દીકરા મોટો દીકરો પરેશ અને આનંદ અને ને ભણાવ્યા હતા જેમાં મોટો દીકરો પરેશ હાંસલપુર માં પ્રાઇવેટ કમ્પની માં નોકરી કરે છે જયારે નાના દીકરા આનંદ એ દોરણ 9 સુધી અભ્યાસ કરીને આઈટીઆઈ નો કોર્ષ કર્યો છે. પણ બાળપણ થી જ આનંદ ને કબ્બડી રમવાનો શોખ હતો જેમાં ગ્રામ્ય, જિલ્લા લેવલે સારા દેખાવ કરેલ ત્યાર બાદ એને રાજ્ય ની ટિમ માં સમાવેશ કરાહો હતો.
મહિના પહેલા ગુજરાત તરફ થી આનંદ એ હરિયાણા માં હરીફ તમામ ટીમને હરાવી ને એ સ્પર્ધા માં પ્રથમ આવતા 31000નું ઇનામ મળ્યું હતું અને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ ફિરીથી ઊંઝા માં રમાયેલ કબ્બડી સ્પર્ધા માં સિલેક્શન થયું હતું જે સિલેકશન થતા જયપુર માં નેશનલ સ્પર્ધા માં પ્રથમ આવતા રૂ.41000 તથા ટ્રોફી એનાયત કરી હતી અને આનંદ ઠાકોરે ગુજરાતનું નામ રોશન કર્યું હતું.