Cli

પાટણના દુધારામપુરામાં ભુવાજીએ રસી લેવાની ના પાડી તો લેવામાં આવી માતાજીની રજા પછી જે થયું એ ખરેખર જાણવા જેવું છે…

Ajab-Gajab Breaking

covid-19 એ પૂરા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે એવા સમયમાં ભારત દેશમાં covid 19 ની અલગ અલગ જગ્યાએ રસી આપવાનો કાર્યક્રમ ચાલુ છે ઘણીવાર લોકો રસી લેવાનો ઇનકાર કરતા હોય છે અને રસી લીધા પછી કંઈક થશે એવું માનીને રસી લેતા નથી પણ અહીં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે જે એક વીડિઓ વાઈરલ થયો છે તમાં ભૂવાજીએ રસી લીધા પહેલાં માતાજીની વેણ વધાવો લઈને રજા લીધી આ વીડિયો એક જબરજસ્ત વાયરલ થઇ રહ્યો છે અને વિડિયો વાઇરલ થયા લોકોમાં ભારે રસપ્રદ ચર્ચા નો વિષય બન્યો હતો

સો ટકા રસીકરણ થાય તે હેતુથી આરોગ્ય કર્મચારીઓ ઘરે જઈને વેકશીન આપી રહ્યા છે એવા સમયમાં પાટણ જિલ્લાના દુધારામપુરા માં આરોગ્ય ટિમ તથા સરપંચ દ્વારા ઘરે-ઘરે જઈને રસી આપવાનો કાર્યક્રમ ચાલુ હતો એવા સમયે રામપુરામાં ઠાકોરવાસમાં આવેલા ભુવાજી ને ત્યાં પહોંચ્યા હતા જ્યાં ભુવાજી એ રસી લેવાનો ઈનકાર કરી દીધો હતો તેવા તો મહિલા કર્મચારી એ મનવવા નો પ્રયાસ કર્યો હતો તો ભુવાજી કહ્યું હતું કે હું વધાવો નાખું છું તો આવશે તો સસી લઈશ હાથમાં માળા લઈને મહિલા કર્મચારી તથા ભૂવાજીએ વેણ-વધાવો લીધો હતો સતત બે વાર વેણ-વધાવો આવતા મહિલા આરોગ્ય કર્મચારીએ ભુવાજી ને રસી આપી હતી અને તાળીઓથી વધાવી લીધા હતા.

દુધારામપુરા ના સરપંચ અજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે ગામમાં ત્રણ હજારની વસ્તી છે જેમા 90% રસીકરણ થઈ ગયેલ છે જે 10 ટકા બાકી છે એ હું આરોગ્ય કર્મચારીઓ સાથે જઈને ઘરે-ધરે જઈને રસી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એવા સમયે આ ભુવાજી એ રસી લેવાની ના પાડતા એમને એમની ભાષામાં સમજાવીને રસી અપવામાં આવી હતી. ગામમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે જઈને લોકોના ભય દૂર કરીને રસી આપવાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ તેમની સાથે યુવા સરપંચ અજીતસિંહ ઠાકોર પણ સારો એવો સહકાર આપીને લોકોને રસી આપવા નું કેવું સારું કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *