એક સમયે ભારત દેશ નું નામ રોશન કરનાર એટલેકે રેશલીંગ ના બાદશાહ એ ધ ગ્રેટ ખલી ગુજરાત ની મુલાકાતે છે ખલી તથા એમના ચાહકો રાજકોટ માં ખુલ્લી જીપ મા લટાર મારી હતી જ્યારે રાજકોટ માં અલગ અલગ જગ્યાએ થ ગ્રેટ ખલી એ મૂલાકાત લીધી હતી રવિવાર ના રોજ ખલીએ રાજકોટ શહેર ની મુલાકત લીધી હતી તેઓ ખુલ્લી જીપમાં ચાહકો સાથે મોજ માણતા જોવા મળ્યા હતા અને રાજકોટ રોડ ઉપર આવેલી એક દુકાન માં ખલી એ પકોડી ની મોજ માણી હતી
રાજકોટ ના કલાવડ રોડ ઉપર આવેલી પાણીપૂરી ની એક દુકાન માં ધ ગ્રેટ ખલી એ પકોડી ની મોજ મની હતી ખલી 1-2 નહિ પણ 10 પ્લેટ પકોડી ખાઈ ગયા હતા સાથે દહીંપુરી અને સેવ પુરી ની 5 પ્લેટ ખાઈ હતી અને સાથે એક બોટલ પાણી પણ પીધુ હતું રાજકોટ માં આવતાજ ચાહકો માં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ખલી ના ફેન પણ જોવા માટે ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા જ્યારે ઘણા ફેન ધ ગ્રેટ ખલી જોડે સેલ્ફી લેવા લાઈનો લાગી હતી
રાજકોટ માં ખુલ્લી જીપમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ખલી નું રાજકોટ આવવાનું પણ કારણ હતું એ હતું કે રાજકોટ ની એક જિમ લોન્જ એના પ્લેટીનીયમ સેગમેન્ટ ની નવી આવૃત્તિ કરવામાં આવી જતી જયારે ખલી એ જણાવ્યું હતું કે દેશ માં આ ભયંકર જે મહામાંરી ચાલી રહી માં ત્યારે એનાથી બચવાનો એક માત્ર ઉપાય એટલે તમે કસરત કરી સ્વસ્થ રહો ફિટ રહો તોજ તમે આવા રોગો થી લડી શકશો આવી એનેક ટિપ્સ ધ ગ્રેટ ખલી એ આપી હતી
વધુમાં ધ ગ્રેટ ખલી એ જણાવ્યું હતું કે તમે સારા ટ્રેનરો જોડે સારી કસરત કરી શકો છો જે ટ્રેનર સર્ટિફાઇડ હોય એમના જોડે જ કસરત કરવાની ટ્રેનિંગ લેવી જો કસરત કરી સ્વસ્થ રહીસુ તો જ બીમારીઓ થી લડી શકીશું અને રાજકોટ માં જે ખુલ્લા મૂકવામાં આવેલ જીમમાં કસરત માટે દરેક પ્રકાર ની ટ્રેનિંગ આપવામાં આવશે ત્યાં ટ્રેનરો પણ સર્ટિફાઈડ હશે ખલી એ જણાવ્યું હતું કે શરીર ફિટ રાખવા માટે સવારે વહેલા ઉઠવું હેલ્થી ફૂડ ખાવા જોઈએ અને જન્કફૂડ ખાવાનું બન્દ કરી દેવું જોઈએ એ રીતે ધ ગ્રેટ ખલીએ રાજકોટ વાસીઓ ના દિલ જીતી લીધા હતા અને અમદાવાદના જવા રવાના થયા હતા.