વાત કરવી છે ખજૂરભાઈ ની ઉર્ફે નીતિન જાની ની તમે ખજૂર ભાઈ ને તો ઓળખતા જ હશો હા કેમ ન ઓળખો કારણકે ખજૂરભાઈ ગુજરાતમાં જ નહીં ભારત દેશ તથા વિદેશમાં પણ પ્રખ્યાત છે ખજૂર ભાઈ ઘણા ટાઇમથી લોકોની સેવા કરી રહ્યા છે થોડા સમય પહેલા વાવાઝોડું આવ્યું હતું તે સમયે ખજૂર ભાઈએ ઘણા લોકોની મદદ કરી હતી અને જરૂરિયાત મન્દ લોકોને રાશન ની કીટ પણ આપીને મદદ કરી હતી અને જે લોકોના ખબર પડી ગયા હતા અને પરિસ્થિતિ ખરાબ હતી એવા કેટલાય લોકોને ઘર નવા બનાવી આપ્યા હતા આજે પણ ખજૂર ભાઈ એક ગરીબ ભાઈ ને જેમનું ઘર વાવાઝોડા માં પડી ગયું હતું તો એમના ગામમાં જઈને એક ભાઈનું છે ઘર બનાવી આપ્યું હતું આવો વધુ જાણીએ.
ખજૂરભાઈ શનિવારે ભંડારિયા ગામે બજરંગ બલીના દર્શન કરવા ગયા હતા દર્શને કરીને આવતા ખજૂરભાઈ ને એક પડી ગયેલ ઘર દેખાયુ હતું ખજૂરભાઈ વાત મળી કે આ ઘર એ ભાઈ ને વાવઝોડા માં પડી ગયુ હતું તો ખજૂરભાઈ એ એ ભાઈ ને બોલાવ્યા હતા અને ભાઈ ને પૂછતા ખબર પડી કે એમના કુટુંબ માં એક ઘરડા માજી રહે છે એમની ઉંમર અંદાજે 70-80 વર્ષ હશે અને બે નાના ભાણા એ ભાઈ હતા એ ભાઈ ની હાલત ગમ્ભીર હતી તથા એમની બહેન મૃત્યુ પામેલા હતા પણ જયારે એ ભાઈએ કીધું કે હું કુંવારો છું ત્યારે એ ભાઈ ના આંખ માંથી આંસુ આવી ગયા આ જોઈને ખજૂર ભાઈ પણ ઇમોશન થઈ ગયા એમનું નામ મગનભાઈ હતું જેઓ છેલ્લા 4 મહિના થી ઓસરી માં રહે છે ત્યારે ખજૂર ભાઈ ને દયા આવી ગઈ હતી અને ખજૂર ભાઈ અને એમની ટીમે ચાલુ વરસાદ માંજ મગનભાઈ ને નવું ઘર બનાવી આપ્યું હતું આ છે ખજૂરભાઈ ની સેવા આવા કટલાય લોકોને ખજુર ભાઈએ ઘર બનાવી આપ્યા છે તો મિત્રો આ પોસ્ટ તમને ગમી હોય તો સેર કરવાનું ના ભૂલતા