ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે તૌકતે નામનું વાવાઝોડાએ 4 મહિના પહેલા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધું હતું એ વાવાઝોડા માં ઘણા ખેડૂતો નુકસાન થયું હતું એ નુકશાનના વળતર માટે ખેડૂતોને માંગ કરી હતી પણ આ વળતર માટે આજે ખેડૂતો માટે ખુશી ના સમાચાર કહી શકાય કારણ આજે હાઇકોર્ટ એ ખેડૂતો સાથે વહારે આવી ગઈ છે અને આ વાવાઝોડાં માં જે પણ નુક્શાન થયું હોય એ ખેડૂતો ને ચુકવી દેવું. હાઇકોર્ટ એ ખેડૂતો ની તરફેણમાં આવી છે.
ચાતૌકતે વાવાઝોડા ને ચાર મહિના ઉપર થયું છતાં ખેડૂતો લાભ થી વંચીત છે ખેડૂતો ને લાભ આપવા માટે સરકારે જાહેરાતો મોટી થઈ હતી પણ એના વળતર માં કઈ મળ્યું ન હતું. જ્યારે હાઇકોર્ટ માં ખેડૂતોએ અરજી કરી હતી જેમાં જે ખેડુતોને ખરેખર નુકશાન થયું છે એમને લાભ નથી મળ્યો પણ જેમને નુક્શાન નથી થયું એવા લોકો લાભ લઇ ગયા છે અને એમનું ખોટુ નામ લિસ્ટ માં છે એવી અરજી કરી હતી જ્યારે આ અરજીને ધ્યાનમાં રાખતા આજે હાઇકોર્ટે ખેડૂતો ના તરફેણ માં આવી હતી અને નુકશાન થયેલ ખેડૂતો ને વળતર આપવાનો આદેશ કર્યો છે
મંત્રી બ્રિજેશ મેરજા એ જણાવ્યું હતું કે ટોટલ 120 ગ્રામ સેવકોને સર્વે માટે કામે લગાડ્યા છે જે ખેડુતો ને ખરેખર નુકશાન છે એમને સહાય આપવામાં આવશે આ ગ્રામ સેવકો જામનગર જિલ્લા માં તથા જ્યાં નુકસાન થયું છે ત્યાં સર્વે કરવામાં અવશે. કોડીનાર ,ગીરગઢડા, ઉના અને ગિરસોમનાથ આ 4 જિલ્લા માં કોરોનાએ કાળો કહેર વર્તવ્યો હતો એ જિલ્લા ના ખેડૂતો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે આ 4 મહિના થયા પણ હજુ સુધી ખેડૂતો ઘણાં ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે પણ હવે હાઇકોર્ટ એ ખેડૂતોના વારે આવતા ખુશીની લહેર છવાઈ ગઈ છે.