ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ વિકેટકીપર ખેલાડી પાર્થિવ પટેલ ના પિતા નું રવિવારે દુઃખદ અવસાન થયું છે તેની જાણ પાર્થિવ પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટમાંથઇ કરી હતી અને પિતાની આત્મા ને શાંતી મળે એવી ટ્વીટ કરી હતી આર.પી.સિંગ એ પણ શોક જતાવ્યો હતો. જ્યારે 25 ટેસ્ટ અને 38 વનડે રમી ચુકેલા પાર્થિવ પટેલ ના પિતાનું મોત થયાનું સભળતા શોક નો માહોલ છવાઈ ગયો હતો. વર્ષ 2019 માં પાર્થિવ પટેલના પિતાને બ્રેઇન હેમરેજ થયું હતું. તે સમયે તે IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો.
પાર્થિવ ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ રમનાર સૌથી યુવા ખેલાડીઓમાંનો એક છે. તેણે 17 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જો કે, તે પછી, તે ટીમની અંદર અને બહાર પડતો રહ્યો. પાર્થિવ પટેલની ક્રિકેટ કારકિર્દી-બે ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પાર્થિવે ગયા વર્ષે (2020) તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.પાર્થિવે ટેસ્ટમાં 934 રન બનાવ્યા છે જ્યારે વનડેમાં તેના નામે 736 રન છે.પાર્થિવે ક્રિકેટ છોડ્યા બાદ કોમેન્ટ્રીમાં પોતાની બીજી ઇનિંગની શરૂઆત કરી હતીપાર્થિવે ટી -20 માં 36 રન બનાવ્યા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પાર્થિવ હાલમાં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. હાલમાં તે IPL 2021 માં કોમેન્ટ્રી કરી રહ્યો છે.