મિત્રો આજે વાત કરવા જઈ રહ્યા છીએ હજી તમને ખરેખર માનવામાં નહિ આવે જેવી રીતે અમરનાથમાં બરફનું શિવલીંગ બને છે એ જ રીતે આ જગ્યા એવી છે કે ત્યાં અલગ અલગ જગ્યાએથી પાણી ટપકે છે અને ત્યાં ઘણાબધા શિવલીંગ બને છે મિત્રો આ ની સત્ય હકીકત શું છે અને ક્યાં આવેલી છે આ ગુફા આજે એની આપણે ચર્ચા કરીશું. શું આજે પણ પાણી ટપકવાથી શિવલિંગ બનતા હશે એની સાથે સંકળાયેલું છે એ આજે તમને જણાવીશું અમે
આ જગ્યા ને જાંબુવન ની ગુફા તરીકે ઓળખવામાં આવે છે જે પોરબન્દર જિલ્લામાં રાણાવાવ તાલુકામાં આવેલી છે આ ગુફા ડુંગર ની તળેટી માં આવેલી જાંબુવન ગુફા તરીકે ઓળખાય છે કુંડી જેવડાં કુંડાળા થી આ ગુફા શરૂ થાય છે આ ગુફામાં પાણી ટપકવાથી આપોઆપ શિવલિંગ બન્ધાય છે જે શા માટે બન્ધાય એની પણ એલ્ક કથા પ્રચલિત છે વર્ષો પહેલા જાંબુવન નામનો રિસ ભગવાન શ્રી કૃષ્ણ નો ઉપાસક હતો તેમાં જાંબુવન એ અનેક શિવલિંગ ની સ્થાપના કરી હતી જેમાંથી પાટલેશ્વર શિવલિંગ મુખ્ય છે આ શિવલિંગ ઉપર કુદરતી રીતે જળાભિષેક થાય છે
જાંબુવન એ 108 શિવલિંગ ની પૂજા કરવી હતી જે એક રાત માં કરવાની હતી પરંતુ એક રાત માં ન થતા જાંબુવન તપ માં બેસે છે ત્યારે શ્રી કૃષ્ણ પ્રગટ થતાં અને શ્રી કૃષ્ણએ વચમ આપ્યું કે ઉપર થી ટપકતા પાણીથી શિવલિંગ બની જશે ત્યારના આ શિવલિંગ બને છે એવુ કહેવાય છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવન વચ્ચે ભયનકર યુદ્ધ થાય છે આ યુદ્ધ 28 દિવસ સુધી ચાલ્યું હતું પણ આ યુદ્ધ થવા પાછળ નું કારણ એ મણી હતુ
બીજી એક કથા મુજબ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ મણી ની શોધ માં જાંબુવન ગુફા પાસે આવે છે ત્યારે આ મણી જાંબુવન પાસે હોવાથી યુદ્ધ થાય છે આ યુદ્ધ 28 દિવસ ચાલે છે બન્ને માંથી કોઈ હારતું નથી ત્યારે જાંબુવન કહે છે કે આજસુધી મારી જોડે યુદ્ધ કરવા વાળો અહીંથી પાછો ગયો નથી ત્યારે એમને પૂછ્યું તમે કોણ છો ત્યારે કૃષ્ણ એમનો પરીચય આપે છે ત્યારે જાંબુવન ભગવાન ના ચરણો માં નમીને મણી પાછી આપે છે અને દીકરી જાંબુવતી મેં શ્રી કૃષ્ણ સાથે પરણાવે છે