એક કહેવત છેને મિત્રો કે જ્યારે ઉપર વાળો આપે ત્યારે ઢગલો કરી દે છે અહીં કિસ્સા માં એક કાકાના નસીબ કામ કરી ગયા છે એમાં વાત કઈક એવી છે કે કેરળ રાજ્યના કોચીના બાબુ જ્યોર્જ નામના આ કાકાએ 45 વર્ષ પહેલાં સેર ખરીદ્યા હતા તે સેર કાકા ભૂલી ગયા હતા પણ જ્યારે એમને આ સેર નો ખ્યાલ આવ્યો ત્યારે ખબર પડી કે આ સેરની કિંમત અંદાજે 45 કરોડ રૂપિયા છે આ સેર ની કિંમત ની ખબર બાબુ જ્યોર્જ નામના એ વ્યક્તિના પરિવાર પડતા ખુશી નો માહોલ છવાઈ ગયો હતો. આ સેર ના અશલી મલિક બાબુ જ્યોર્જજ છેને એની ખરાઈ કરવા માટે કમ્પની પૂછતાજ કરી રહી છે.
બાબુ જ્યોર્જએ દાવો કર્યો છેકે તે કંપનીના શેરના વાસ્તવિક માલિક છે અને કંપની તેને રકમ આપવાનો ઇનકાર કરી રહી છે. હવે તે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસે ગયા છે અને તેને આશા છે કે તેને સેબી તરફથી ચોક્કસપણે ન્યાય મળશે. એક રિપોર્ટ અનુસાર કોચી સ્થિત બાબુ જ્યોર્જ વાલાવી અને તેના ચાર સંબંધીઓએ વર્ષ 1978 માં મેવાડ ઓઈલ અને જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદ્યા હતા. તે સમયે તે ઉદયપુરમાં એક અનલિસ્ટેડ કંપની હતી.
2015 માં જ્યારે બાબુ જ્યોર્જ કેટલાક જૂના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ઉદયપુરની એક કંપનીમાં રોકાણ કર્યું હતું. બાબુ પાસે મૂળ શેરના દસ્તાવેજો હતા અને તેણે શેર વિશે વધુ માહિતી ભેગી કરવાનો પ્રયાસ શરૂ કર્યો. બાબુને ખબર પડી કે મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડએ તેનું નામ બદલીને PI ઇન્ડસ્ટ્રીઝ રાખ્યું છે અને લિસ્ટેડ કંપની બની છે. બાબુને પણ ખબર પડી કે કંપની નફાકારક છે.
હાલમાં તેમની પાસે PI ઇન્ડસ્ટ્રીઝના 42.8 લાખ શેર છે અને તેમની શેરબજારની કિંમત 1448 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ બાબુના દસ્તાવેજો તપાસવા માટે બે ઉચ્ચ અધિકારીઓને કેરળ મોકલ્યા. આ પછી કંપનીએ સ્વીકાર્યું કે બાબુ સાથેના દસ્તાવેજો અસલી હતા પણ કોઈ કાર્યવાહી કરી નહીં. બાબુ આ બાબત સેબીમાં લઈ ગયા અને હવે સેબીએ તેના પર નિર્ણય લેવાનો છે હવે જોઈએ બાબુ ને આ સેરના રૂપિયા કમ્પની આપે છે કે નહિ.